Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જતા યુવક સામે પોલીસ ફરિયાદ

  • January 17, 2021 

સોનગઢ તાલુકાના એક ગામમાં દાદા પાસે રહેતી 15 વર્ષીય સગીરાને એના મૂળ ગામમાં રહેતો આરોપી યુવક લગ્નની લાલચ આપી ભગાડી જતાં સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.

 

 

 

મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના એક ગામમાં રહેતા પિતા જે ખેતી અને મજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે અને એમની 15 વર્ષની દીકરીને ગામના જ એક યુવક હિતેશ માવચી સાથે પ્રેમ સબંધ બંધાયા હતા. આ સંબંધોથી પરિવારજનો નારાજ હતા, યુવકથી દીકરીનો પીછો છોડાવવા માટે સગીરાને સોનગઢ તાલુકામાંથી પસાર થતા આહવા રોડ પર આવેલ એક ગામમાં રહેતા તેના દાદાને ઘરે મૂકી ગયા હતા.

 

 

 

જોકે યુવકે સગીરા સાથે ત્યાં પણ સંપર્ક જાળવી રાખ્યો હતો અને તેઓ અવાર-નવાર મળતા રહેતા હતા. આખરે 8મી જાન્યુઆરી એ રાત્રિના સમયે દાદાને ત્યાં રહેતી સગીરાને આરોપી હિતેશ લગ્ન કરવાની લાલચ આપી અને પોતાનો ખોટો ઈરાદો પાર પાડવા માટે ભગાડીને લઈ ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application