રાજસ્થાન હાઇકોર્ટે અનુસૂચિત જાતિ-જનજાતિ એક્ટ હેઠળ નોંધાયેલા મામલામાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઇકોર્ટે એસસી-એસટી ઍક્ટ હેઠળ જાતિ સૂચક શબ્દોને હટાવતાં કહ્યું કે ભંગી, નીચ, ભિખારી અને મંગની જેવા શબ્દ જાતિસૂચક નથી. આ મામલો દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન સરકારી કર્મચારીઓની સાથે થયેલી ચર્ચા સાથે જોડાયેલો છે. ત્યારબાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો. કોર્ટે આ શબ્દોનો ઉપયોગ કરનાર ચાર આરોપીઓ વિરુદ્ધ લાગેલી એસસી-એસટી એક્ટની કલમને હટાવી દીધી. જજ વીરેન્દ્ર કુમારની બેન્ચે આ નિર્ણય 13 વર્ષ જૂના મામલે સંભળાવ્યો છે. મામલો જેસલમેર પોલીસ સ્ટેશનનો છે.
અહીં 31 જાન્યુઆરી 2011એ એસસી-એસટી ઍક્ટ હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો. હરિશચંદ્ર અન્ય અધિકારીઓની સાથે અચલ સિંહ દ્વારા કરવામાં આવેલા દબાણની તપાસ કરવા ગયા હતા. જ્યારે તે વિસ્તારમાં સાઇટ માપી રહ્યા હતા ત્યારે અચલ સિંહ સરકારી અધિકારી હરીશ ચંદ્રને અપશબ્દ જેમાં મંગની, ભિખારી, નીચ અને ભંગી જેવા શબ્દ કહ્યા હતા. આની પર સરકારી અધિકારીઓએ અચલ સિંહ વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. મામલામાં ચાર લોકો પર આરોપ લગાવવામાં આવ્યા હતા. આ ચારેયે એસસી-એસટી ઍક્ટ હેઠળ લાગેલા આરોપને પડકાર આપ્યો હતો.
અપીલકર્તાઓનું કહેવું હતું કે, પીડિતની જાતિ વિશે તેમને જાણકારી નહોતી. મામલાની સુનાવણીમાં અપીલકર્તાના વકીલ લીલાધર ખત્રીએ કહ્યું કે અપીલકર્તાની જાતિ વિશે જાણકારી નહોતી. આના કોઈ પુરાવા પણ મળ્યા નથી કે આવા શબ્દ બોલવામાં આવ્યા હોય અને આ ઘટના પણ જનતાની વચ્ચે થઈ હોય, દરમિયાન પોલીસની તપાસમાં જાતિસૂચક શબ્દોથી અપમાનિત કરવાનો આરોપ સાચો માનવામાં આવ્યો નથી. હાઇકોર્ટે આદેશ આપ્યો કે ભંગી, મંગની, ભિખારી અને નીચ શબ્દ જાતિસૂચક નથી. આ એસસી, એસટી ઍક્ટમાં સામેલ હશે નહીં. દરમિયાન જાતિસૂચક શબ્દોના આરોપના મામલે અપીલકર્તાને મુક્ત કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500