Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દોઢ કરોડ ભારતીયોએ રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને સરકારના પોર્ટલ રાષ્ટ્રગાન ડોટ ઈન પર કર્યુ અપલોડ

  • August 15, 2021 

ભારતના 75માં સ્વતંત્રતા દિવસ પર્વ નિમિત્તે દોઢ કરોડ કરતા વધારે ભારતીયોએ રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને સરકારના પોર્ટલ રાષ્ટ્રગાન ડોટ ઈન પર અપલોડ કર્યુ છે.

 

 

 

 

25 જુલાઈએ પીએમ મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશવાસીઓને રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને પોર્ટલ પર અપલોડ કરવા  માટે અપીલ કરી હતી. એ પછી સરકારના સાંસ્કૃતિક મંત્રાલયનુ કહેવુ છે કે, ભારત અને દુનિયાભરમાં દોઢ કરોડથી વધારે ભારતીયોએ આ વિશેષ પ્રસંગે રાષ્ટ્રગીત અપલોડ કરીને નવો રેકોર્ડ સર્જયો છે. આ ભારતની એકતા, તાકાત અને સદભાવનાનુ પરિણામ છે.

 

 

 

 

મંત્રાલયે 15મી ઓગસ્ટ સુધી લોકોને રાષ્ટ્રગીતને વેબસાઈટ પર અપલોડ કરવા માટે પ્રોગ્રામ બનાવ્યો હતો. સરકારે સ્કૂલના બાળકો માટે રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને અપલોડ કરવાનુ ફરજિયાત બનાવ્યુ હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application