તાપી જિલ્લામા બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે, સને ૨૦૨૧-૨૨ના વર્ષમા સહાય અર્થે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓમા લાભ લેવા માટે તા.૦૪/૦૪/૨૦૨૧ થી તા.૧૫/૦૫/૨૦૨૧ સુધી આઈખેડુત (www.ikhedut.gujarat.gov.in) પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરવા ખુલ્લુ મુકવામાં આવેલ છે.
આ યોજનાઓમા લાભ લેવા માંગતા લાભાર્થીઓએ નિયત સમય મર્યાદામાં અરજી કરી જરૂરી સાધનીક કાગળો અને આધારકાર્ડ સાથે, દિન સાતમાં નાયબ બાગાયત નિયામકની કચેરી,ખેડુત તાલીમ કેન્દ્ર વ્યારા-તાપી ખાતે રજુ કરવા જણાવવામાં આવે છે. વધુ જાણકારી માટે કચેરીના ટે.નંબર : ૦૨૬૨૬-૨૨૧૪૨૩ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500