Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાડુલા પ્રાથમિક અને જોરવેરગઢ શાળામાં શબ્દોત્સવ-૨૦૨૧ના વિજેતાઓનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો

  • October 25, 2021 

બનાસકાંઠાના ભાભર તાલુકાની લાડુલા પ્રાથમિક શાળામાં શબ્દોત્સવ-૨૦૨૧ના વિજેતાઓનો ઈનામ વિતરણ સમારોહ તા.૨૨/૧૦/૨૦૨૧ના રોજ યોજવામાં આવ્યો હતો. બીજલબેન જગડ દ્વારા શબ્દોત્સવ ૨૦૨૧નું આયોજન ૧૫ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યું. જેમાં પદ્ય લેખન અને ગદ્ય લેખનનો સમાવેશ કરવામાં આવ્યો. એમ બે વિભાગમાં ધોરણ ૫ થી ૧૨ના ૫૩ વિદ્યાર્થીઓને ભાગ લીધો.

 

 

 

 

 

જેમાં પદ્ય વિભાગમાં લાડુલા પ્રાથમિક શાળાના પ્રથમ નંબરે અનામિકા અમરતભાઈ સુથાર અને ત્રીજા નંબરે રાજશ્રી મનાભાઈ ચૌધરી વિજેતા થયેલ. વિજેતાઓને નિમેષ તન્ના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રોફી, સ્કૂલ બેગ, લોંગબુક, કંપાસપેટી, પેન-પેન્સિલ અને ઉપયોગી પુસ્તકો ઈનામ સ્વરૂપે આપવામાં આવ્યાં હતાં. ઈનામ જેતસીભાઈ ગ્રામશિલ્પી, આચાર્ય રમીલાબેન મકવાણા, આચાર્ય ડૉ.બી.જી.પટેલ અને શાળાના શિક્ષકઓના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય સંચાલક બીજલબેન જગડ જણાવે છે કે "સરકારી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ સાહિત્યમાં રસ ધરાવે આનંદ અને ગૌરવની વાત છે."


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application