Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનાં અભ્યાસમાં થયો મોટો ખુલાસો, ઉત્તરાખંડનાં બે પ્રાચીન મંદિર નક્શામાંથી ગાયબ

  • June 05, 2023 

ઉત્તરાખંડનાં બે પ્રાચીન મંદિર નક્શામાંથી ગાયબ થઈ ગયા છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અભ્યાસમાં આ વાત સામે આવી છે. એ.એસ.આઈ. દહેરાદૂન સર્કલની ટીમે તેનું નિરીક્ષણ કર્યુ છે. જેનો રિપોર્ટ ટૂંક સમયમાં જ એ.એસ.આઈ. કાર્યાલય દિલ્હીને મોકલવામાં આવશે. બીજી તરફ એ.એસ.આઈ.ની ટીમ ટૂંક સમયમાં જ ચકરાતાની રોમન શૈલીમાં બનેલા ઐતિહાસિક સ્કોટિશ અને એંગ્લિકન ચર્ચોનું સંરક્ષણ કરવાની છે.


અલ્મોડાના દ્વારાહાટમાં એક ઊંચા પહાડ પર કુટુંબરી મંદિર હતુ. જેનુ નિર્માણ આઠમી સદીમાં કત્યૂરી શાસકોએ કરાવ્યુ હતુ. સાત મંદિરોની સાથે આને પણ એ.એસ.આઈ.એ 26 માર્ચ 1915ને રિઝર્વ કર્યુ હતુ. છેલ્લી વખત 1957માં રેકોર્ડમાં આનો ઉલ્લેખ મળ્યો હતો. જે બાદ વર્ષ 1964માં જમીન પર મંદિરના ખૂબ ઓછા ભૌતિક પુરાવા મળ્યા. ધીમે-ધીમે મંદિર નક્શામાંથી દૂર થતુ ગયુ. સ્થાનિક લોકોએ આ મંદિરના અવશેષોનો ઉપયોગ પોતાના ઘરોમાં કરી લીધો છે.


જોકે તેની તપાસ કરવાની હજુ બાકી છે. ગત દિવસોમાં એ.એસ.આઈ. દહેરાદૂને આ મંદિરનો એક રિપોર્ટ એ.એસ.આઈ. કાર્યાલયને મોકલ્યો હતો. હેડક્વાર્ટરે આનું ભૌતિક સર્વેક્ષણ કરાવવાનું કહ્યુ જેની પર એ.એસ.આઈ. દહેરાદૂનનાં અધિક્ષક પુરાતત્વવિદની ટીમે અલ્મોડા પહોંચીને ગયા અઠવાડિયે આનું નિરીક્ષણ કર્યુ. રવિવારે તે નિરીક્ષણ કરીને પાછા ફર્યા. નિરીક્ષણમાં તેમણે જાણ્યુ કે મંદિરના અવશેષ બચ્યા નથી. હવે આનો વિસ્તૃત રિપોર્ટ હેડક્વાર્ટરને મોકલવામાં આવશે.


બીજુ મંદિર રામનગરમાં કાર્બેટ ટાઈગર રિઝર્વ નજીક ઢિકુલીનું વૈરાટપટ્ટન મંદિર છે. વૈરાટપટ્ટન 7મી સદીમાં એક રાજધાનીનો વિસ્તાર હતો જ્યાં હવે ગાઢ જંગલ છે. વર્ષ 2013માં અહીં એક શિવાલયના અવશેષ મળ્યા બાદ એ.એસ.આઈ.એ આને રિઝર્વ સ્મારક જાહેર કર્યુ હતુ પરંતુ ધીમે-ધીમે અહીંના અવશેષ પણ ગાયબ થઈ ગયા. હવે એ.એસ.આઈ.એ આને મિસિંગ સ્મારકની યાદીમાં સામેલ કર્યા છે. આ બંને મંદિર દેશના ખોવાયેલા 50 સ્મારકોની યાદીમાં સામેલ છે.


ચકરાતાના બે ચર્ચ ટૂંક સમયમાં જ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ધરોહર યાદીમાં સામેલ થઈ શકે છે. એ.એસ.આઈ.એ આની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ બંને ચર્ચ સ્કોટિશ અને એન્ગલિક છે. જેની ઈમારત બ્રિટિશ કાળની રોમન શૈલીમાં બનેલી છે. જોકે, ચકરાતા ઐતિહાસિક મહત્વનું શહેર છે. ત્યાં ચકરાતા છાવણીની સ્થાપના 1869માં બ્રિટિશ સેનાના કર્નલ હ્યૂમે કરી હતી.


તે દરમિયાન ત્યાં રોમન શૈલીના સ્કોટિશ ચર્ચ અને બાદમાં એંગ્લો ઈન્ડિયન માટે એંગલિક ચર્ચની સ્થાપના કરવામાં આવી હતી. લગભગ 10 વર્ષ પહેલા એએસઆઈએ આના સર્વેક્ષણની કવાયત શરૂ કરી હતી જે આગળ વધી શકી નહીં. હવે એ.એસ.આઈ. નવી રીતે આ બંને ચર્ચોના રિઝર્વની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યુ છે. આ માટે ચર્ચોના દસ્તાવેજ તપાસવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application