તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડ તાલુકાના બાજીપુરા ગામે મિત્રની બજાજ પલ્સર મોટર સાયકલ લઈને ફરવા નીકળેલો દેગામા ગામનો અરૂણકુમાર રાઠોડ ના હાથે પલ્સર બાઈક સ્લીપ થઇ જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ વાલોડ પોલીસ મથકે રજીસ્ટર થયો છે,મળતી માહિતી મુજબ ગત તા.૨૯મી નવેમ્બર નારોજ અરૂણકુમાર જયંતીભાઈ રાઠોડ (ઉ.વ.૧૮) રહે,દેગામા,નવી વસાહત ફળિયું-વાલોડ નાનો તેના મિત્રની બજાજ મોટરબ સાયકલ નંબર જીજે-૨૬-પી-૪૪૩૩ લઈને બાજીપુરાથી ફરવા નીકળેલો ત્યારે બાજીપુરા ચાર રસ્તા થી સીતા હોટલ તરફ જતા હાઇવે રોડ ઉપર પલ્સર બાઈક સ્લીપ થઇ જવાના કારણે અરૂણકુમારના મોઢા તથા માથાના ભાગે ગંભીર ઈજા તેમજ શરીરના ભાગે ઓછી વત્તી ઈજાઓ પહોંચી હતી જેને પ્રથમ સારવાર અર્થે વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો.ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત રીફર કરવામાં આવ્યો હતો જ્યાં ટુકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવ અંગે જયંતીભાઈ મોહનભાઈ રાઠોડ રહે,દેગામા,નવી વસાહત ફળિયું-વાલોડ નાઓએ પોલીસ ને જાણ કરતા ખટોદરા પોલીસ મથક-સુરત ખાતે IPCકલમ-૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા mv Act કલમ-૧૭૭,૧૮૪,મુજબ બનાવ રજીસ્ટર કરી આગળની વધુ કાર્યવાહી અર્થે તા.૧૪મી ડીસેમ્બર નારોજ વાલોડ પોલીસને જાણ કરી હતી.જેના આધારે વાલોડ પોલીસ મથકે બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હેડકોન્સ્ટેબલ સંજયભાઈ જમસાભાઈ કરી રહ્યા છે.(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500