તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના સરૈયા ગામના પુલિયા પાસે પેસેન્જર રીક્ષા અને ટ્રક વચ્ચે થયેલ ટક્કરમાં રીક્ષામાં સવાર ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી,તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે વ્યારા પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર તા.૪-ડીસેમ્બર નારોજ સાંજ ના સમયે આશરે ૬:૩૦ વાગ્યેના આસપાસ વ્યારાના ઉનાઈ નાકા પાસેથી મનીષભાઈ ગામીત રીક્ષા નંબર જીજે-૧૯-યુ-૭૨૩૧ માં પેસેન્જર બેસાડીને બાલપુર ગામ તરફ જવા માટે નીકળેલ હતા.તે દરમિયાન રીક્ષા વ્યારા ડોલારા રોડ ઉપર ધીમી ગતીમાં તેની સાઇડમાં ચલાવી આવતો હોય તે વખતે આશરે સાંજના સાતેક વાગ્યે સરૈયાગામની સીમમાં પુલીયા ઉપર સામેથી એક ટ્રક નંબર જીજે-૧૯-વી-૯૪૪૪ નો ચાલકે પોતાની કબજાની ટ્રક પુરઝડપે અને ગફલભર ભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ડોલારા તરફથી હંકારી લાવી પેસેન્જર રીક્ષા સાથે એકસીડેન્ટ કર્યો હતો,જેમાં રીક્ષા ચાલક(૧)મનીષભાઈ જયંતીભાઈ ગામીત રહે,બાલપુર,દાદરી ફળિયું ને માથાના ભાગે ગંભીર ઇજા તથા ડાબા પગે ફેકચર થયું હતું તથા રીક્ષા પાછળ બેઠેલ (૨) મંગુબેન કોહલાભાઈ ગામીત(ઉ.વ.૬૦)રહે,બાલપુર,હાઇસ્કુલ ફળિયું(૩)રમેશભાઈ બલવંતભાઈ ગામીત રહે,બાલપુર,મોટુ ફળિયું બે પેસેન્જરોને ગંભીર ઇજાઓ પહોચાડી હતી,અકસ્માત એટલો ભયંકર હતો કે,પેસેન્જર રીક્ષાનુ વ્યારા તરફ મોઢુ ફેરવી દઇ અને ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુલીયાની પાળી ઉપર ચઢાવી દીધી હતી.આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.વ્યારા પોલીસે રજનીકાંત જમાભાઇ ગામીત રહે,બાલપુરગામ દાદી ફળીયુ તા.વ્યારા ની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો છે.આગળની વધુ તપાસ એએસઆઈ ભીખાભાઇ જેઠાભાઇ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500