તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા પોલીસના જવાનોએ ગુજરાત એસટી નિગમની લોકલ બસ માંથી વિદેશીદારૂના એક મોટા જથ્થા સાથે મુસાફરી કરતા એક મહિલા સહિત ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા.પોલીસના હાથે ઝડપાયેલા ત્રણેય જણા પાસેથી વિદેશીદારૂ સહિત રૂપિયા ૨૮,૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વ્યારા-ઉનાઈ માર્ગ પર આવતું મગરકુઈ ગામના પાટિયા પાસેથી તા.૨૦મી ઓક્ટોબર નારોજ,ધરમપુર-વ્યારા લોકલ બસ નંબર જીજે-૧૮-ઝેડ-૦૫૫૭ માં ચેર્કીંગ શરૂ કર્યું હતું તે સમય દરમિયાન બસ માંથી એક મહિલા સહિત ત્રણ ઈસમો પાસેથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની બાટલી તથા પાઉચ નંગ-૪૨૦ કિ.રૂ.૨૭,૬૦૦/-તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૨૮,૧૦૦/-નો મુદ્દામાલ વહન કરી લાવતા હોય વ્યારા પોલીસના જવાનોએ ઝડપી પાડ્યા હતા.અને ત્રણેય જણા વિરુધ્ધ પોલીસ કોન્સટેબલ શૈલેષભાઇ રમેશભાઇની ફરિયાદના આધારે ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ તપાસમાં દારૂનો જથ્થો પંકજ સીતારામ શ્રીવાસ્તવ રહેવાસી-પાલોદ સુરત મો.નં.-૯૭૨૪૬૮૩૭૮૨ નાએ દારૂ મંગાવ્યો હોવાનું જાણવા મળતા તેને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.આગળની વધુ તપાસ એ.એસ.આઇ. મધુસુદન વિનોદચંન્દ્ર કરી રહ્યા છે.
high light-ધરમપુર-વ્યારા લોકલ બસ માંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ સાથે ઝડપાયેલા ઈસમો..
(૧) પપ્પુ રામકિશન પાલ હાલ રહે-લાભેશ્વર ભવન જુના આંબાવાડી ઝુપડ પટ્ટી મકાન-૧૩૬ બરોડા પ્રીસ્ટેજ એલજ રોડ વરાછા સુરત મુળ રહે-લલવલી તા.બિનકી જી.ફતેહપુર (યુ.પી.)
(૨) ભીખીબેન તે ચંદુભાઇ રવજીભાઇ દેસાઇની વિધવા રહે-લાભેશ્વર ભવન જુનાઆંબાવાડી ઝુપડ પટ્ટી બરોડા પ્રીસ્ટેજ એલજ રોડ વરાછા સુરત
(૩) દિનેશચંન્દ્ર મહેપાલસીંહ યાદવ રહેવાસી-રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ ૧૦૨ કુરસદ રોડ કીમ અનિલભાઇના ભાડાના મકાનમાં તા.ઓલપાડ જી.સુરત મુળ રહે-ક્રિષ્ણાનગર તેરોવા રોડ સરાયમીરા તા.જી.કનોજ (યુ.પી.)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application