તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના સિંગી ફળિયા વિસ્તારમાં આવેલ હોસ્ટેલમાં રહેતા ચાર બાળકોએ ઇમાનદારીનો એક મોટો પદાર્થપાઠ શીખવ્યો છે.ડ્રાય હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા ચારેય બાળકોને માર્કેટયાર્ડ વિસ્તાર માંથી મળી આવેલ રૂપિયા ભરેલું ખોવાયેલું પર્સ મૂળ માલિકને પાછુ આપી દેતા ઇમાનદારીનો એક નવો દાખલો બેસા્ડ્યો છે.બાળકોના આ કાર્યની પોલીસે પણ દિલ ખોલીને પ્રસંશા કરી છે.
આ ઘટનાની વિગતો જોઈએ તો વ્યારાના ભેંસકાતરી માર્ગ પર આવેલ પાનવાડી-મંદિર ફળિયા વિસ્તારમાં રહેતા હનુભાઈ રઘુભાઈ ભરવાડ આજરોજ બપોરે આશરે 2:30 કલાકના અરસામાં પશુઓ માટે દાણ ખરીદી કરવા માટે વ્યારાના માર્કેટયાર્ડ વિસ્તારમાં ગયા હતા પરંતુ દુકાનો બંદ હોવાથી પરત થઇ ગયા હતા તે સમય દરમિયાન પોતાનું 3200/-રૂપિયા ભરેલું પર્સ પડી ગયું હોય,તેમને જયારે આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે તે પર્સ શોધવા હાંફડા ફાંફડા બની ગયા હતા.બીજી તરફ બપોરેના સમયે માર્કેટયાર્ડ માંથી પસાર થતા ચાર બાળકો(1)દીપકુમાર પ્રેમજીભાઈ ગામીત(2)મેહુલકુમાર નવીનભાઈ ગામીત(3)મેહુલકુમાર સીતારામ રાઉત(4)રાહુલકુમાર સીતારામ રાઉત નાઓને બિનવારસી પર્સ મળ્યું ત્યારે બીજી કોઈ સંપર્કની વિગતો ન મળતા બાળકો તરત જ વ્યારા પોલીસ મથકે દોડી આવ્યા હતા.અને પીએસઓ મધુસુદનભાઈનો સંપર્ક કર્યો હતો,પર્સમાં તપાસ કરતા રોકડ રૂપિયા 3,200/-,એટીએમ કાર્ડ,મતદાન કાર્ડ,અને ચેકબુક હોય મૂળ માલિકનું નામ અને સરનામું તેમજ મોબાઈલ નંબર મળી આવતા હનુભાઈ રઘુભાઈ ભરવાડનો સપર્ક કરી પોલીસ મથકે બોલાવી ખરાઈ કરી રૂપિયા ભરેલું પર્સ તેમને સોંપી દેવાયું હતું અને ઇમાનદારીનો એક નવો દાખલો બેસા્ડ્યો હતો.ઈમાનદારીનું ઉદાહરણ પુરુ પાડનાર ચારેય બાળકોને બક્ષીસરૂપી ઈનામ પણ આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application