તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:DGVCL કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે,સોનગઢના ઉખલદા ગામની સીમ માંથી પસાર થતી થ્રી ફેઝ ઇલેક્ટ્રિક લાઈનનો જીવંત વાયર અચાનક તૂટી પડતા ખેતરમાં 80 ટન જેટલો શેરડીનો ઉભો પાક બળીને ખાક થઇ ગયો હતો,બનાવ અંગે ખેડૂતે પોલીસ મથકે જાણ કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે,તા.18મી સપ્ટેમ્બર 2018 નારોજ,સોનગઢ તાલુકાના ઉખલદા ગામે આવેલ જુના સર્વે નંબર 309 અને નવા સર્વે નંબર 476 વાળા ખેતર માંથી DGVCLની પસાર થતી થ્રી ફેઝ ઇલેક્ટ્રિક લાઈનનો જીવંત વાયર અકસ્માતે તૂટી જતા ખેતરમાં શેરડીનો ઉભા પાકમાં આગ લગતા 80 ટન જેટલી શેરડી બળીને ખાક થઇ ગઈ હતી.જેના કારણે ખેડૂતને રૂપિયા 1.60 લાખનું નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે,બનાવ અંગે નટવરલાલ ભૂલાભાઈ ચૌધરી રહે,ધજંબા,દાદરીફળિયું-સોનગઢ નાઓએ સોનગઢ પોલીસ મથકે જાણ કરતા આગ અકસ્માત બનાવ રજીસ્ટર કરી સમગ્ર મામલે આગળની વધુ તપાસ હેડકોન્સટેબલ સતીષભાઈ કરી રહ્યા છે,(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500