તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:તલાટી કમ મંત્રી સંવર્ગના પ્રશ્નો અંગે તંત્ર દ્વારા સેવાતી દુર્લક્ષતા દુર કરી સકારાત્મક નિરાકરણ કરવા બબાતે વિવિધ માંગણીઓને લઇ સોનગઢ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્રારા યોજનાસહ તાલુકા વિકાસ અધિકારી તેમજ સોનગઢ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સોનગઢ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા 10મી સપ્ટેમ્બર 2018 નારોજ,વિવિધ માંગણીઓને લઇ સોનગઢ તાલુકાના યોજનાસહ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,તલાટી કમ મંત્રી સંવર્ગનાં પ્રશ્રો અંગે ગુજરાત તલાટી કમ મંત્રી મહા મંડળ દ્રારા વારંવાર સરકારશ્રીમાં રજુઆતો કરવાં છતાં કોઇપણ સકારાત્મક નિરાકારણ ન આવતું હોવાથી વિવિધ માંગણીઓ સાથે રજૂઆત ગુજરાત તલાટી કમ મંત્રી મહામંડળ દ્રારા રાજયકક્ષાએ કરવામાં આવેલ હોય,અને જો નિરાકરણ ન કરવામાં આવેતો,તલાટી કમ મંત્રી મંડળો દ્વારા નક્કી કરવામાં આવેલ તારીખ મુજબ,તમામ તલાટી કમ મંત્રી ભાઈ-બહેનો ફરજ પર હાજર રહી પેનડાઉન તેમજ માસ સીએલ મૂકી સ્થાનિક કક્ષાએ દેખાવો સહિતના વિરોધ પ્રદર્શન કરવા માટે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.સોનગઢ તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ રાકેશભાઈ સી.ડોડીયા,ઉપપ્રમુખ મીનાબેન એન.ડામોર,મહામંત્રી સુરેશભાઈ એચ.રાઠોડ સહિતના હોદ્દેદારો તેમજ ગ્રામ પંચાયતોમાં ફરજબજવતા તલાટી કમ મંત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોજનાસહ તાલુકા વિકાસ અધિકારી તેમજ સોનગઢ તાલુકા મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application