Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાંથી નાસી ગયેલો દર્દી પીએમ રૂમ બહાર મૃત હાલતમાં મળી આવ્યો

  • April 30, 2020 

Tapi mitra News-નવી સિવિલ હોસ્પિટલમાંથી મંગળવારે એટલે ૨૮મી એિ­લકોરોના પોઝિટિવ દર્દી આઈસોલેશન વોર્ડમાંથી નાસી ગયો હતો. તંત્રની ઘોરબેદરકારી સમાન સવારે ૧૧ વાગ્યે નાસી ગયો હતો. જેને પકડવા માટે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જો કે આ દર્દી સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ નજીકથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેના અંતિમ સંસ્કાર કરવાની સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા પીએમ રૂમ આસપાસ સેનિટાઈઝનું કામ અને તેના સંપર્કમાં આવેલાની તપાસ કરવાની સાથે વોર્ડમાંથી ભાગ્યો તે સમયના સીસીટીવી મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું આરએમઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. રેડ ઝોન માનદરવાજા ટેનામેન્ટનો પોઝિટિવ ઈસમ સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. માનદરવાજા ટેનામેન્ટના ૫૦ વર્ષીય ભગવાન હરીકૃષ્ણ રાણા ભાગી ગયા હતા. ૨૧ એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ કરાયા હતા. રેડ ઝોનનો આ દર્દી ભાગી જતા લિંબાયત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જો કે, દર્દી મૃત હાલતમાં મળી આવતાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, દર્દી ભાગી ગયો ત્યારથી તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવીની તપાસ થઈ રહી છે. સાથે જ પીએમ રૂમ બહાર જ્યાંથી દર્દી મૃત હાલતમાં મળી આવ્યો તે વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવ્યો છે. દર્દી કોઈના સંપર્કમાં આવ્યો હોય તો તેનો પણ રિપોર્ટ કરવામાં આવશે. જો કે, હાલના તબક્કે દર્દી ઓછા સમય માટે કોઈના સંપર્કમાં આવ્યો હોય તેમ માનવામાં આવી રહ્યું છે. તેમ છતાં તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. સમગ્ર શહેરમાં હાલ લોકડાઉન છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ આઈસોલેશન વોર્ડમાંથી નાસી જતાં હોવાના બે કેસ સામે આવ્યાં છે. ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓ બહાર ન નીકળે તે માટે લાપરવાહી દાખવવામાં આવતી હોવાના બે કેસ સામે આવ્યાં છે. જેમાંથી એક ભગવાન રાણાનું મોત થયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application