Tapi mitra News-સુરત શહેરમાં કોરોના વાયરસને લઇ લોકડાઉન ચાલી રહ્યું છે. જેના પગલે સુરતના સ્મશાનભુમિઓમાં એક મહિનાથી અસંખ્ય અસ્થિઓનો ભરાવો થયો છે. પરંપરા મુજબ આ અસ્થિઓ હરીદ્વાર પ્રયાગ અને અલહાબાદમાં તેનું વિસર્જન કરવામા આવે છે. પરંતુ લોકડાઉનના કારણે આ અસ્થિઓનું વિસર્જનમાં અનેક વિઘ્ન ઉભા થયા છે. જહાંગીરપુરા કુરૂક્ષેત્ર સ્મશાન ભુમિમાં પણ અસ્થિઓનો ભરાવો થયો છે.લોકડાઉન પુર્ણ થયા બાદ આ અસ્થિઓનું વિસર્જન અલાહાબાદ અને હરીદ્વારમાં કરાશે તેવું ત્યાના પ્રમુખ શૈલેષભાઇ સેલરે જણાવ્યુ હતુ.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application