Tapi mitra News-ડિંડોલીના નવાગામ વિસ્તારમાં આવેલ મહાદેવનગર સોસાયટી વિભાગ-૫ ની પાછળ આવેલા રેલ્વે ટ્રેક પર લઘુશંકાએ ગયેલા બે ઇસમો પર પાંચ જેટલાં ઇસમોએ ચાકુ જેવા તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા બે પૈકી એકનું મોત નિપજ્યુ હતુ. જયારે બીજા યુવકને ગંભીર ઇજા પહોચતા સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હાલમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે નોકરી ધંધાઓ બંધ થઇ જતાં નવાગામ ડિંડોલીના મહાદેવ નગર સોસાયટી પાસે આવેલ સ્લમ વસાહતના કેટલાંક ઇસમો રેલ્વે ટ્રેક પર બેસી રહેતા હોય છે. અને જયારે પોલીસ પેટ્રોલીંગમાં આવે તે વખતે આ ઇસમો પોલીસની પકડથી બચવા માટે દોડીને મહાદેવ નગર સોસાયટી વિભાગ-૫ માં ઘુસી જતાં હોય છે. જેના કારણે આ ઇસમોને સોસાયટીના રહીશો દ્વારા અંદર નહીં આવવા માટે કહેતા ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવતમાં સોમવારની રાત્રિ દરમ્યાન મહાદેવ નગર સોસાયટી વિભાગ - ૫ ખાતે રહેતા રાહુલ ભિખન પાટીલ અને તેનો મિત્ર રાજા સોસાયટીની પાસે આવેલી રેલ્વે ટ્રેક પર લઘુશંકાએ ગયા હતા તે વખતે રેલ્વે ટ્રેક પર બેસેલા પાંચ જેટલાં ઇસમોએ તેમની સાથે અગાઉ ઠપકો આપવા બાબતે ઝઘડો કરી બંને પર ચાકુના ઘા ઝીંકી દેતા બંનેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જયાં ગંભીર ઇજા પામેલા રાહુલ પાટીલનું મોત નિપજ્યુ હતુ. જયારે તેના મિત્ર રાજાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application