Tapi mitra News-હવે દરવાજો કે પાણીનો નળ ખોલતા કોરોના વાયરસ તમારા હાથ પર નહીં લાગશે. કારણ કે, એસવીએનઆઇટીએ થ્રીડી પ્રિન્ટિંગથી ડોર ઓપનર અને હેન્ડ ફ્રી ટેપ ઓપનર બનાવ્યું છે. કોરોના વાયરસથી લડીને સમાજને બચાવવા માટે ડિરેક્ટર ડો. એસ. આર. ગાંધીને શૈક્ષણિક સ્ટાફ તથા અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજી બનાવવાનું સૂચન કર્યું છે.મિકેનિકલ ડિપાર્ટમેન્ટના ડો.હર્ષિત દવે અને ડો. શૈલેન્દ્ર કુમારે પોતાના વિદ્યાર્થી આશિષ, રવિતેજા, સ્વપ્નિલ, લાલચંદ તથા રાહુલ સાથે મળીને થ્રડી પ્રિન્ટરથી નવી નવી ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યા છે અને સમાજને વિના મૂલ્યે આપી મદદરૂપ થયા છે. એટલું જ નહીં, ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતી સમયે તેમણે પર્યાવરણને હાની નહીં પહોંચે તેની પર પણ ધ્યાન આપ્યું છે. શહેરીજનો બેન્ક, એટીએમ, ઓફિસ સહિતની જગ્યા કે જ્યાં લોકોની અવર જવર વધું હોય છે. તેવામાં આવી જગ્યાએ અંદર પ્રવેશવામાં ડોર ઓપન કરવું પડતું હોય છે. જેને કારણે કોરોના થવાનો ડર રહેતો હોય છે. તેવામાં હાથી ડોરને અડ્યા વિના જ ખોલવા માટે ઓપનર બનાવ્યું છે. એટલું જ નહીં, આ ઓપનર બે કિલો સુધીનું વજન પણ ખેચી શકે છે. મોટેભાગે શહેરીજનો ઓફિસના કે જાહેર શૌચાલમાં હાથ ધોવા માટે પાણીના નળનો ઉપયોગ કરતા હોય છે. જો કે, ઘણી વખત નળથી કોરોના થવાની સંભાવના વધી જાય છે. તેવામાં હેન્ડ ફ્રી રાખે એટલે કે નળને અડયા વિના ખૂલે અને બંધ થાય તેવું ઓપનર બનાવાયું છે. ટેપ ઓપનર સરળતાથી નળ પર લાગી જાય છે. આમ, આનાથી કોરોના પ્રસરતો અટકે છે. ઘણી વખત કાપડ ફેસ માસ્ક કે સર્જિકલ માસ્ક પહેરવાથી કાન પર દબાણ આવતા દુખાવો થતો હોય છે. તેવામાં જ ઇયર ગાર્ડથી માસ્કના ઇલાસ્ટિકનું દબાણ કાન પર આવતું નથી. તે સીધું ઇયર ગાર્ડ પર આવે છે. જેને કારણે માસ્ક લાંબા સમય સુધી પહેરી શકાય છે.
High light-નળ ખોલવા માટે અને કાન પર દબાણ ન આવે તે માટે ઈયર ગાર્ડ પણ બનાવવામાં આવ્યું
High light-શૈક્ષણિક સ્ટાફ તથા અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ ટેક્નોલોજીથી વિકસાવી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500