Tapi mitra News-સ્ટેશન-સુમુલ ડેરી રોડની ડાયમંડ ફેક્ટરીના મેનેજરના પેટીએમનો કેવાયસી અપડેટ કરવાના નામે ભેજાબાજે ઇન્ડસઇન્ડ બેંકના એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડમાંથી રૂ. ૩.૯૧ ઉપાડી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ઇચ્છાપોર પોલીસ મથકમાં નોંધાય છે.ભાઠા ગામ સ્થિત ગ્રીનસીટીમાં રહેતા કેતન બાવનજી ડઢાણીયા સુમુલ ડેરી રોડની જેબી એન્ડ બ્રધર્સ પ્રા. લિ. નામની ડાયમંડ ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. અઠવાડિયા અગાઉ દિનેશ અગ્રવાલ નામના ભેજાબાજે પેટીએમ કેવાયસી અપડેટ કરવાના નામે કોલ કરી ક્યુએસ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. ત્યાર બાદ ૧ રૂપિયો ટ્રાન્સફર કરવાનું કહેતા કેતને ઇન્ડુસ બેંકના ખાતામાંથી ટ્રાન્સફર કરતા વેંત ભેજાબાજે પ્રથમ રૂ. ૨૪ હજાર અને ત્યાર બાદ પુનઃ રૂ. ૨૪ હજાર અને રૂ. ૪૮ હજાર મળી રૂ. ૯૬ હજાર ઉપાડી લીધા હતા. આ ઉપરાંત ભેજાબાજના કહેવાથી ક્યુએસ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી તેના થકી ફોન હેક કરી ઇન્ડુસ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. ૨.૯૫ લાખની મત્તા અલગ - અલગ ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. જેથી આ અંગે કેતને ઇચ્છાપોર પોલીસ મથકમાં દિનેશ નામના ભેજાબાજ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
High light-ભેજાબાજે કેવાયસી અપડેટના બ્હાને ફોન કરી ક્યુએસ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી
High light-બેંક ખાતમાંથી રૂ. ૯૬ હજાર અને ફોન હેક કરી ક્રેડિટ કાર્ડમાંથી રૂ. ૨.૯૬ લાખ ટ્રાન્સફર કરી લીધા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application