Tapi mitra News-કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકો પોતાના ઘરમાં જ રહે તે માટે રસ્તા પર ઉનાળાના ધોમધખતા તાપમાં પોલીસ અને ટીઆરબી સહિતના જવાનો ફરજ બજાવી રહ્યાં છે. આ જવાનોને ઠંડકનો અહેસાસ થાય તે માટે વિરેશ તરસરિયા દ્વારા દહીંમાંથી બનાવાયેલી લસ્સીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કતારગામ અમરોલી સહિતના વિસ્તારોમાં ભર તડકામાં લોકોની સુરક્ષા જળવાય રહે તેં હેતુ ને અને પોતાની ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તથા જવાનો પોતાની જીવ અને પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર ફરજ બજાવી રહ્યા છે.જવાનોની તંદુરસ્તી જળવાય રહે તેં હેતુથી તેમને ડ્રાયફ્રૂટ લસ્સી પીવડાવવામાં આવી રહી છે. આશરે ૨૨૦૦ ગ્લાસ લસ્સીનું વિતરણ જવાનોની સાથે રસ્તે રહેતા લોકોને કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application