Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પશ્ચિમ રેલ્વે રાજકોટ અને ઓખાથી દક્ષિણ ભારત માટે પાર્સલ વિશેષ ટ્રેનો ચલાવાશે

  • April 22, 2020 

Tapi mitra News-દેશના વિવિધ ભાગોમાં દવાઓ, તબીબી ઉપકરણો , વસ્તુઓ અને ખાદ્ય ચીજોનો પુરવઠો પહોંચાડી શકાય તે માટે આવતીકાલ તા. ૨૩થી તા.૩જીમે સુધી ૨ વિશેષ પાર્સલ ટ્રેનો રાજકોટ અને ઓખાથી દોડાવવાનું નક્કી કર્યું છે. કોઇમ્બતુર અને તીરૂવન્તપુરમ સ્ટેશન માટે આ ટ્રેન રવાના થશે. રાજકોટ - કોઇમ્બતુર પાર્સલ વિશેષ ટ્રેનના ૪ ફેરા અને ઓખા - તિરુવનંતપુરમ સેન્ટ્રલ પાર્સલ વિશેષ ટ્રેન બે ફેરા રહેશે. રાજકોટ કોઇમ્બતુર પાર્સલ વિશેષ ટ્રેન તા. ૨૩ અને ૩૦ એપ્રિલના રોજ રાજકોટથી સાંજે ૫:૩૦ વાગ્યે ઉપડી , ત્રીજા દિવસે બપોરે ૨:૩૦ વાગ્યે કોઈમ્બતુર પહોંચશે. જ્યારે ઓખા - તિરુવનંતપુરમ સેન્ટ્રલ પાર્સલ વિશેષ ટ્રેન ઓખા - તિરુવનંતપુરમ સેન્ટ્રલ પાર્સલ વિશેષ ટ્રેન તા. ૨૭ એપ્રિલના રોજ બપોરે ૧:૧૦ વાગ્યે ઓખાથી ઉપડશે અને ત્રીજા દિવસે તિરુવનંતપુરમ સેન્ટ્રલ બપોરે ૧૨:૦૦ વાગ્યે પહોંચશે. કોવિડ-૧૯ આપત્તિ દરમિયાન ટાઈમ ટેબલ્ડ વિશેષ પાર્સલ ટ્રેનો દ્વારા લોકડાઉન સમયગાળા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં દવાઓ, તબીબી ઉપકરણો, તબીબી વસ્તુઓ, ખાદ્ય ચીજો વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે આ ટ્રેનો ચલાવવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application