Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં કોરોનાના કારણે વધુ બે મોત:કુલ મૃત્યુઆંક ૧૦ થયો,પોઝિટિવ કેસનો આંક ૨૬૭ પર પહોંચી ગયો

  • April 20, 2020 

Tapi mitra News-શહેર જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વધુ ૨૫ કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક ૨૬૭ પર પહોંચી ગયો છે. જેમાં જિલ્લામાં એક નવા એક કેસનો સમાવેશ થાય છે. નવા આવેલા કેસમાં લિંબાયતવરાછા અને સેન્ટ્રલ ઝોનના કેસ વધુ છે. આ સાથે સુરત સિવિલ હોસ્પિટલ ૨૬૭ પોઝિટિવ દર્દી પૈકી ૨૨૪ એક્ટિવ કેસ છે.સુરતમાં આજે બે વૃધ્ધોનો કોરોનાએ ભોગ લેતાં સુરતમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુઆંક ૧૦ થયો છે. ગઈકાલે રાતથી સવાર સુધીમાં એક ૭૦ વર્ષીય વૃધ્ધ અને ૮૦ વર્ષીય વૃધ્ધાએ દમ તોડયો હતો. બન્ને મૃતકોની અંતિમ વિધિ કોવિડ ૧૯ની ગાઈડ લાઈન પ્રમાણે કરી દેવામાં આવી હતી. અગાઉ એક મૃત્યુ થયું હતું તેમના સાસુનું પણ આજે કોરોનાના કારણે મોત થતાં એક જ પરિવારના બે સભ્યોના મોત કોરોનાના કારણે થયાં છે. સુરતમાં સોમવારે સવાર સુધીમાં કોરોનાના ૨૬૭ દર્દીઓ છે જેમાં મૃત્યુનું પ્રમાણ ૫.૧૩ ટકા જોવા મળ્યું છે. આમ અંતિમ વિધી બાદ સ્મશાન અને કબ્રસ્તાનમાં સેનેટાઇઝરીંગની કામગીરી કરાઇ હતી. નોધાયેલા દર્દીઓ પૈકી કિરણ હોસ્પિટલની વધુ એક તબીબ કોરોનામાં સપડાઇ ગઇ છે. બેગમપુરા હાથી ફળિયામાં રહેતાં રમેશચંદ્ર રાણાને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમના સાસુ દયાકોર બેનને પણ કોરોના લક્ષણ જોવા મળ્યા હતા. બેગમપુરા હાથી ફળિયામાં રહેતાં દયાકોરબેન હરિલાલ ચાંપા નેરિયાને કોરોના પોઝીટીવ આવતાં ૬ એપ્રિલના રોજ સાંજે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દયાકોર બેનને ૧૪ દિવસ સિવિલ હોસ્પીટલમા સારવાર બાદ સોમવારે વહેલી સવારે ૬ઃ૩૦ વાગ્યે તેમનું મોત થયું હતું. કોરોના ઉપરાંત તેઓ કિડનીની બિમારીથી પીડાતા હતા. આ ઉપરાંત લિંબાયત ઝોનમાં રામ નગર સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય સૈદય નિયાઝ અહેમદને બે દિવસ પહેલાં જ શરદી-ખાંસી તાવના લક્ષણ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેઓ સારવાર દરમિયાન સોમવારે સવારે ૫.૨૦ વાગ્યે મૃત જાહેર કરાયા હતા. આ વૃધ્ધ પણ કોરોના સાથે અન્ય બિમારીથી પીડાતા હતા. સુરતમાં સોમવારે બે વૃધ્ધોના મોત થતાં તેમના અંતિમ સંસ્કાર કોરોનાની ગાઈડ લાઈન મુજબ કરવામાં આવ્યા હતા. આ બે મોત સાથે સુરતમાં કુલ મોતની સંખ્યા ૧૦ થઈ છે. કોરોનાના કારણે ૧૦ મૃતકોની સંખ્યામાં પાંચ મહિલા અને પાંચ પુરૂષનો સમાવેશ થાય છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ દર્દી આજે સવાર સુધીમાં ૨૪૨ છે. તેમાં ૧૦ મૃત્યુ થતાં કોરોનાના કારણે મૃત્યુ આંક ૫.૧૩ ટકા જેટલો રહ્યો છે. આ ઉપરાંત પોઝીટીવ કેસોની સંખ્યામાં સોમવારે પણ પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો દેખાયો છે. જેમાં ૨૪ કેસો નોધાયા છે. કુલ ૨૬૭ પર આંકડો પહોચ્યો છે. માત્ર નોધાયેલા દર્દી પૈકી બે ના નામ સામે આવ્યા છે. જેમાં લિંબાયતના અંબાનગરમં રહેતી ૬૨ વર્ષીય નુરબાનુ મોહમ્મદ હનિફ શેખનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગોડાદરાના લક્ષમીનગરમાં રહેતી ૧૯ વર્ષીય સરીતા કલ્પેશ ખટીકનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જયારે લિંબાયત રામનગર ખાતે રહેતા ૭૦ વર્ષીય સૈયદ નિયાઝ અહેમદ ૧૮ એપ્રિલના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેની બે દિવસની સારવાર દરમિયાન જ મોત થયું છે. જેમને ન્યુમોનિયાનવા નિદાન કરાયેલા ડીએમ સાથે મ્યોકાર્ડિટિસની ગંભીર બીમારી હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક બેગમપુરા ખાતે રહેતા દયાકોરબેન હિરાલાલ રાણાનો ૭ એપ્રિલના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. દરમિયાન આજે તેમનું મોત થયું છે. જેમને કિડનીમ્યોકાર્ડિટિસહાયપરનાટ્રેમિયા બીમારી હોવાનું સામે આવ્યું છે.તેમજ માંડવી ગાંગપુર ગામમાં રહેતી ૪૦ વર્ષિય સોમલીબેન સોમાભાઇ ચૌધરીનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. સુરત ખાતે મજુરી કામ કરતી હતી. શુક્રવારે ગંગાપુર ખાતે પહોચી હતી. આમ જીલ્લામાં પણ પોઝીટીવ કેસનો આંકડો ૧૦ પર પહોચી ગયો છે. આ ઉપરાંત કિરણ હોસ્પિટલમાં અગાઉ એક નર્સ અને કોમ્પ્યુટર ઓપરેટરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ પુણાગામ શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતી અને કિરણ હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતી ધરતીબેન હરેશભાઇ ઠુમ્મરનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને સિવીલમાં દાખલ કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application