Tapi mitra News-ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. જોકે, આ વચ્ચે સુરતમાં શાકભાજી વેચવાનું કામ કરતા બે લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની પાસેથી પણ ઘણા લોકોએ શાકભાજી ખરીદી હતી અને તેથી તંત્રની મુશ્કેલીઓ વધી રહી છે. હવે રેશનિંગની દુકાન ધરાવતા વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર એલર્ટ થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના લિંબાયતમાં મહાપ્રભુનગર વિસ્તારમાં રાશનની દુકાન ધરાવતા કમલેશ ખટીકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમની દુકાનમાંથી તાજેતરમાં જ સરકાર દ્વારા રેશનિંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમની દુકાનમાં ચાર હજાર રેશનકાર્ડ ધારકો છે. જેમાંથી 70 ટકાથી પણ વધારે લોકો રેશનિંગ લઈ ગયા છે. જેના કારણે આરોગ્ય વિભાગ અને તંત્રની ઊંઘ ઉડી ગઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનો ચેપ વધતો અટકાવવા માટે સુતરના આઠવાલાઈન,લાલગેટ, લિંબાયત,મહિધરપુરા સહિતના વિસ્તારોમાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application