Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાંદેર વિસ્તારમાં આર.એ.એફ. અને બી.એસ.એફ.ની ટીમોએ ફલેગ માર્ચ કરી, ડ્રોન કેમેરાની ગતિવિધી પણ વધારી દેવામાં આવી

  • April 14, 2020 

Tapimitra News-પાલિકા કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કરી ઝાંપા બજારની માર્કેટો અને રાંદેર ઝોનનો અસરગ્રસ્ત વિસ્તાર જે છે તેની માસ ક્વોરન્ટીનની મુદ્દત વધારી છે. હોમ ક્વોરન્ટીનની મુદ્દત પૂર્ણ થતી હોય બીજો હુકમ નહી થાય ત્યાં સુધી આ વિસ્તારમાં રહેતા લોકોને ફરજિયાત હોમ ક્વોરન્ટીનમાં રહેવા આદેશ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાંદરે ઝોનને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યો છે. જ્યારે લોકડાઉન પણ ૩ મે સુધી વધારી દેવામાં આવ્યું છે. જેના પગલે રાંદેરના કોરોન્ટાઇન વિસ્તારમાં આર.એ.એફ. અને બી.એસ.એફ.ની ટીમોએ ફલેગ માર્ચ કર્યુ છે. અને ડ્રોન કેમેરાથી કોરોન્ટાઇનનો સખત અમલ કરવાની કામગીરી પણ શરૂ કરી છે.કોરોના વાયરસના સૌથી વધારે કેસ રાંદેર વિસ્તારમાંથી મળી આવ્યા બાદ પાલિકા કમિશ્નર દ્વારા ગત તારીખ ૭ એપ્રિલના રોજ રાંદેર ઝોનમાં રાંદેર મુખ્ય રસ્તાનો ઉત્તર પૂર્વીય તરફ તાપી નદી સુધીનો વિસ્તાર એટલે કે, અડાજણ પાટીયા, કોઝવે રોડ , ગોરાટ રોડ , ગોરાટ , રાંદેર ગામ , હનુમાન ટેકરી , ભાણકી સ્ટેડિયમ આજુબાજુનો વિસ્તારના લોકો પણ ૧૪ એપ્રિલ સુધી ફરજિયાત હોમ ક્વોરન્ટીનમાં રહેવા હુકમ કર્યો હતો. જેમાં સોમવારે સુધારેલુ જાહેરનામું બહાર પાડીને જણાવ્યુ હતુ કે બીજો હુકમ નહી થાય ત્યાં સુધી ફરજિયાત હોમ ક્વોરન્ટીનમાં રહેવા હુકમ કરાયો હતો. કોરોન્ટાઇનનો સખત અમલ થાય અને લોકડાઉન વધી જતાં ૯૭ હજાર લોકો પર નજર રાખી શકાય તે માટે ડ્રોન કેમેરાની ગતિ વિધી પણ વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત અડાજણ પાટીયાથી લઇ ભાણકી સ્ટેડીયમ સુધીના ૩ થી ૪ કિલોમીટરના વિસ્તારમાં તંત્ર દ્વારા આર.એ.એફ. અને બી.એસ.એફ.ની ટીમો ઉતારી દેવામાં આવી છે. આ ટીમોએ સવારથી જ ફલેગ માર્ચ કરી લોકોને લોકડાઉનનો કડક અમલ કરાવવાની કામગીરી શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application