Tapi mitra News-કોરોના વાઈરસના પગલે હાલ લોક ડાઉનની સ્થિતિ ચાલી રહી છે. આ દરમિયાન કોઈ ભુખ્યુ ન સુવે તે માટે તંત્ર દ્વારા તો કામગીરી કરાય જ છે પરંતુ સામાજિક સંસ્થાઓ પણ આગળ આવીને કામ કરી રહી છે. રોટરેક્ટ ક્લબ સુરત ઈસ્ટ અને સોશિયલ આર્મી નામની સંસ્થા દ્વારા છેલ્લા ૧૫ દિવસથી ૧૫૦૦ લોકોને બે ટાઈમ જમવાનું પુરૂ પાડે છે. આ દરમિયાન હનુમાન જયંતિ નિમિતે સંસ્થા દ્વારા ૩ હજારથી વધુ લાડુ અને પુરી શાક બનાવીને ભોજન કરાવવામાં આવ્યું છે. લોકડાઉન થયું ત્યારથી સંસ્થાના સ્વંય સેવકો દ્વારા વરાછા રોડ પર આવેલી ચીકુવાડીની સૂર્ય કિરણ સોસાયટીની વાડીમાં રસોડું શરૂ કરી દેવામાં આવ્યું છે. સંસ્થાના ચિરાગભાઈ કુકડીયાએ જણાવ્યું હતું કે, સ્વયંસેવકો દ્વારા એકે રોડ,એલએચ રોડ, તાપી ઈન્ડસ્ટ્રીઝ લક્ષ્મણનગર ડાયમંડ નગર સહિતના વિસ્તારોમાં રોજના ૧૫૦૦ લોકોને ભોજન પુરૂ પાડવામાં આવે છે. સાથે હનુમાન જયંતિ નિમિતે વિશેષ સેવાનો લાભ સ્વયંસેવકો દ્વારા લેવાયો છે. કિડિયારૂં પુરવાની સાથે લાડુ બનાવવામાં આવ્યાં છે. રોટરેક્ટ કલબ સુરત ઈસ્ટના નીતિનભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે, લોકડાઉન થયું ત્યારથી રોજ રોજ બે ટાઈમ જમાડવાનો ઉપક્રમ જાળવી રાખ્યો છે. સાથે જ હનુમાન જયંતિ નિમિતે ૨૫૦૦ ગાયોને ૧૨ ટન જેટલી લીલી મકાઈ ગૌશાળામાં અબોલ પશુઓને આપવામાં આવી છે. બંન્ને સંસ્થાઓના સ્વયંસેવકોએ સાથે મળીને લોકહિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરવાની સાથે જ કિડિયારૂં પુર્યુ છે અને બ્લડ ડોનેશનના કાર્યક્રમ પણ યોજ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application