Tapi mitra News-સુરત શહેરમાં લોકલ ટ્રાન્સમિશનના કારણે પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થતાં તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. તંત્ર દ્વારા રાંદેર,બેગમપુરા,ઝાંપાબજાર,સચીન,સુડા સેકટરને હોટ સ્પોટ ગણીને કોરોન્ટાઇન જાહેર કર્યા છે. અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમ છતાં રાંદેર વિસ્તારમાંથી કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. સોદાગરવાડની ૭૦ વર્ષીય વૃધ્ધાનો કેસ પોઝીટીવ આવતા તંત્ર દોડતુ થયુ છે. તેના સમગ્ર ઘર અને આજુબાજુના મકાનો અને રસ્તાઓ પર સેનેટાઇઝીંગ કરી ડિસ ઇન્ફેકશનની કામગીરી કરી હતી. સમગ્ર પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા તમામને યુનિવર્સીટીની સમરસ હોસ્ટેલમાં હોમ કોરોન્ટાઇન કરાયા છે. આ ઉપરાંત બુધવારે એક દિવસના બાળકથી લઇ ૭૮ વર્ષના વૃધ્ધ મળી કુલ ૧૦ શંકાસ્પદ કેસો વિવિધ હોસ્પિટલોમાં દાખલ થયા છે. આ સાથે પોઝીટીવના ૨૩ કેસો નોધાયા છે.સુરત શહેરમાં લોકલ ટ્રાન્સમિશનના કારણે પોઝીટીવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો દેખાતા તંત્ર ગંભીર બન્યુ છે. જે વિસ્તારોમાં પોઝીટીવ કેસોની સંખ્યા વધુ હોવાથી તે વિસ્તારને હોટ સ્પોટ ગણી હોમ કોરોન્ટાઇન કરવાની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત સુરત મહાનગર પાલિકા દ્વારા બફર ઝોન માટેનું પણ સર્વે શરૂ કર્યુ છે. બુધવારે વધુ એક કેસ સામે આવ્યો છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં આવેલા સોદાગરવાડની ૭૦ વર્ષીય ફાતિમાબેન.એચ. શરબતવાળાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. હાલ તેમની મિશન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા તેમના સંપર્કમાં આવેલાનો સર્વો હાથ ધરી તેમને સમરસ હોસ્ટેલમાં કોરોન્ટાઇન કરવાની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત પાલિકાએ સોદાગરવાડ અને ત્યાંના મુખ્ય રસ્તાઓ અને દર્દીના ઘરને સેનેટાઇઝરીંગ કરી ડિસ ઇન્ફકેશનનની કામગીરી શરૂ કરી છે. આમ સુરત શહેરમાં અત્યાર સુધી ૨૧ અને જીલ્લાના બે મળી કુલ ૨૩ પોઝીટીવ કેસો નોધાયા છે. બુધવારે સુરત શહેરમાં વધુ ૧૦ શંકાસ્પદ કેસો દાખલ થયા છે. જેમાં લિંબાયત નિલગીરી સર્કલમાં રહેતા ૧ દિવસનો બાળક,પરવટ પાટીયામાં રહેતો સાત મહિનાનું બાળકમાં લક્ષણો દેખાતા સિવીલમાં ખસેડાયા છે. આ ઉપરાંત બેગમપુરામાં મંગળવારે મૃત્યુ પામનારા રમેશચંદ્ર રાણાના ૪૦ વર્ષીય પુત્ર,રામપુરામાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરને ચેપ લાગ્યા બાદ તેના સંપર્કમાં આવેલો ૨૭ વર્ષીય યુવકમાં પણ લક્ષણો દેખાતા બંનેને સિવીલમાં ખસેડાયા છે. મગોબમાં રહેતા ૭૮ વર્ષીય વૃધ્ધ,પુણાગામમાં રહેતા ૫૫ વર્ષીય આધેડ,ગોપીપુરામાં રહેતા બાવન વર્ષીય આધેડ,વીઆઈપી રોડ પર રહેતી ૮ વર્ષીય બાળકીને મિશન હોસ્પિટલમાં ખસેડાયા છે. પીપલોદમાં રહેતા ૬૪ વર્ષીય વૃધ્ધïને શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.આમ કુલ ૧૦ કેસો મળી અત્યાર સુધી ૨૩૯ કેસો નોધાયા છે. જેમાંથી ૨૧૧ ના રીપોર્ટ નેગેટીવ આવી ચુકયા છે. જયારે સાતના હજુ પણ રીપોર્ટ પેન્ડીંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application