નવી દિલ્હી:એક જ તેલનો જુદા જુદા ફરસાણ બનાવવામાં ઊપયોગ કરી તેલની ગુણવત્ત્। સાવ ખલાસ થઈ જાય ત્યાં સુધી ઊપયોગ કરનારા વેપારીઓ સામે સરકારે કાયદાની જોગવાઈ સખત બનાવી છે.૧લી જુલાઈથી અમલમાં આવનારા નવા ફુડ સેફ્ટી એકટ હેઠળ આવા તેલનો ઊપયોગ કરનારાઓને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.ફરસાણના વેપારીઓ ભજિયા,ફાફડા,દાળવડા,ગાંઠીયા સહિત જુદા જુદા ફરસાણ બનાવતી વેળા એક જ તેલનો ઊપયોગ કરે છે.એક જ તેલનો વારંવાર ઊપયોગ થવાથી તેલની ગુણવત્ત્। તો ખતમ થઈ જાય છે સાથોસાથ તેલ કાળુ પડી જાય ત્યાં સુદ્યી તેનો વપરાશ કરાતો હોય છે.આવા તેલમાંથી બનેલું ફરસાણ ખાવાથી કેટલીક બિમારીઓ થવાની સંભાવના હોય છે.કાયદાની કડક જોગવાઈનો અભાવ,તેના અમલમાં લાલિયાવાડી અને આરોગ્ય ખાતામાં ભ્રષ્ટાચારની બોલબાલાને કારણે આ ખેલ ચાલતો જ રહે છે.પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર આવી દુકાનો પરથી ફરસાણના તેમજ તેલના નમુના લેવાય છે પણ ભાગ્યેજ કોઈ વેપારી ઝપટમાં આવે છે.સુરતની જ વાત કરવામાં આવે તો છેલ્લા દશ વર્ષમાં ફરસાણ કે તેલમાં ભેળસેળ અંગે કોઈ વેપારીને સજા થઈ હોય તેવા કિસ્સા જવલ્લેજ જોવા મળ્યા છે.ખાધ પદાર્થોમાં ભેળસેળ અંગે કાનુની જોગવાઈ અત્યંત કડક બનાવવાની માંગણી લાંબા સમયથી થતી રહી છે.કાયદા સખત બનાવવાનું તો દુર રહ્યું સરકારે હાલમાં જ કેટલીક જોગવાઈઓ સાવ હળવી બનાવી દેતાં ભેળસેળિયા વેપારીઓને જલસા થઈ ગયા છે.હવે જેલ જવાને બદલે દંડથી કામ પતી જાય છે.હવે સરકાર કેટલીક જોગવાઈઓ સખત બનાવી રહી છે.૧લી જુલાઈથી અમલમાં આવતા ફુડ સેફ્ટી એકટ હેઠળ હવે એકજ તેલમાં સંખ્યાબંધ ફરસાણ તળતા વેપારીઓ સામે આજીવન કેદ સુધીની સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.જાણકાર સુત્રોના કહેવા મુજબ ફરસાણમાં વપરાયેલા તેલની ગુણવત્તા અર્થાત ટીપીસી(ટોટલ પોલરાઈઝેશન કાઊન્ટ)જાણવા માટે ગરમ તેલના નમુના લેવાના હોય છે પણ ફુડ વિભાગ ઠંડા થયેલા તેલના નમુના લેતું હોય છે એને કારણે ટીપીસી ઓછા આવે છે.હવે આ છટકબારી પર નિયંત્રણ માટે રાજય સરકાર ફુડ વિભાગને અલગ અલગ પ્રકારના ટીપીસી મશીન આપશે.તેલની અંદર નોઝલ નાખતાં જે તેલના કાઊન્ટ મશીન પર દેખાશે.૨૫ ટકાથી વધુ કાઊન્ટ આવે તો તેવા વેપારીઓ સામે ફોજદારી કાર્યવાહી થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application