તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા સિવિલ હોસ્પિટલના તબીબની ઘોર બેદરકારી સામે આવી છે,વ્યારાના કરંજવેલ ગામમાં રહેતા નાનુભાઈ ગામીતની પત્ની સવિતાબેન ગામીતને સરકારી હોસ્પિટલમાં યોગ્ય સારવાર નહી મળતા ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા પડ્યું હતું જેના કારણે દવાનું બીલ-લેબોરેટરી સહિત કુલ રૂપિયા એક લાખનો ખર્ચ થઇ જતા,નાનુભાઈ ગામીત દેવાદાર અને કંગાળ બન્યો હોવાના આક્ષેપો સાથે સરકારી હોસ્પિટલના મહિલા તબીબ વિરુધ્ધ તપાસ કરી કાર્યવાહીની માંગ સાથે ઉચ્ચસ્તરીય ફરિયાદ કરી છે.
વ્યારા તાલુકાના કરંજવેલ ગામના વતની નાનુભાઈ રામાભાઈ ગામીતે આરોગ્ય વિભાગ-ગાંધીનગના કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે,મારી પત્ની સવિતાબેન નાનુભાઈ ગામીતના પેટમાં દુઃખાવો થતા તા.૦૫/૦૨/૨૦૧૯ ના રોજ સિવીલ હોસ્પિટલ વ્યારામાં દાખલ કરાવી હતી.પ્રાથમિક તપાસ કરી તા.૦૬/૦૨/૨૦૧૯ ના રોજ ડૉ.રૂચિ ગામીત દ્વારા મારી પત્નીનું ગર્ભાશયનું ઓપરેશન કરવામાં આવ્યુ હતું.ત્યાર બાદ તા.૧૨/૦૨/૨૦૧૯ ના રોજ મારી પત્નીને વ્યારા સિવીલ હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી હતી.પરંતુ બે ત્રણ દિવસમાં ફરીથી પેટમાં દુઃખાવો થતા,ફરીથી વ્યારા સિવીલ હોસ્પિટલમાં ડૉ.રૂચિ ગામીતને બતાવવા માટે લાવ્યા હતો.પરંતુ ડૉ. રૂચિ ગામીતે ના પાડી દીધી હતી.ત્યાર બાદ મેં ઉપરી ડૉ.નૈતિક ચૌધરીને પણ મૌખિક ફરિયાદ કરી પણ એમણે “અમારા થી કંઈ ન થાય અને એ સારી થઈ જશે”કહી પરત સારવાર વગર જ મોકલી દીધો હતો.ત્યાર બાદ પત્નીના પેટમાં વારંવાર ભયંકર દુઃખાવો થતા જીવનદીપ સર્જીકલ હોસ્પિટલ વ્યારામાં બતાવવા લઈ ગયો,પ્રાથમિક તપાસ અને લેબોટરી કર્યા બાદ ડૉ.સુરેશ ચૌધરીએ કહયુ કે,“તમે પહેલા જયાં ઓપરેશન કરાવ્યું હતું ત્યાના ડૉક્ટરે સાફસફાઈ બરાબર કરી નથી અને લોહી આંતરડા સાથે જામી ગયું છે.અને આંતરડામાં ડાધા પડવા લાગેલા છે.આનુ ફરીથી ઓપરેશન કરવું પડશે.”આથી પત્નીને બચાવવા તા.૨૩/૦૨/૨૦૧૯ ના રોજ જીવનદીપ સર્જીકલ હોસ્પિટલ વ્યારા ડૉ.સરેશ ચૌધરી દ્વારા ફરીથી ઓપરેશન કરાવ્યું.ફરીથી ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવતા અંદાજે હોસ્પિટલનું બિલ-દવાઓ લેબોરટરીના ખર્ચા મળી રૂપિયા એક લાખનો ખર્ચ થઇ ગયો હતો.સરકારી હોસ્પિટલના સરકારી ડૉકટરો પર ભરોસો રાખી યોગ્ય સારવાર ન મળતા હું દેવદાર અને કંગાળ થઈ ગયો છું.જેથી પત્નીનું બેદરકારી ભર્યુ ઓપરેશન કરનાર ડૉ.રૂચિ ગામીતની વિરુધ્ધમાં તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં તેવી માંગ સાથે નાનુભાઈ રામભાઈ ગામીતે ઉચ્ચસ્તરીય ફરિયાદ કરી છે.(સાંકેતિક તસ્વીર)
high light-પત્નીના પેટમાં વારંવાર ભયંકર દુઃખાવો થતા જીવનદીપ સર્જીકલ હોસ્પિટલ વ્યારામાં બતાવવા લઈ ગયો,પ્રાથમિક તપાસ અને લેબોટરી કર્યા બાદ ડૉ.સુરેશ ચૌધરીએ કહયુ કે,“તમે પહેલા જયાં ઓપરેશન કરાવ્યું હતું ત્યાના ડૉક્ટરે સાફસફાઈ બરાબર કરી નથી અને લોહી આંતરડા સાથે જામી ગયું છે.અને આંતરડામાં ડાધા પડવા લાગેલા છે.આનુ ફરીથી ઓપરેશન કરવું પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application