તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા નગરપાલિકા વિસ્તારમાં આવતું વોર્ડ નંબર-9,નવીવસાહતમાં એક સપ્તાહ પહેલા ગટર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી,તેમછતાં કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી,ખુલ્લી ગટર માંથી આવતી માથું ફાડી નાંખે તેવી દુર્ગંધના કારણે અહીંના રહીશો હેરાન પરેશાન થઇ રહ્યા હોવાની બુમરાણ ઉઠવા પામી છે,મળતી માહિતી મુજબ તાપી જીલ્લાના વ્યારા પાલિકા વિસ્તારમાં વિકાસલક્ષી કામોને વેગ મળી રહ્યો છે.અનેક વિસ્તારમાં રસ્તાઓ અને ગટરો બનાવવાનું કામ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે,પરંતુ પાલિકા વિસ્તારમાં આવતું નવીવસાહતમાં જૂની ગટર લાઈન બનાવવાનું કામ એક સપ્તાહ પહેલા હાથ ધરવામાં આવ્યું હતું,જેનું કામ આજદિન સુધી પૂર્ણ નહી કરવામાં આવતા પાલિકાતંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે,અહીના વિસ્તારમાં ગટર લાઈનનું કામ અધૂરું છોડી મુકતા ગટર માંથી આવતી માથું ફાડી નાંખે તેવી દુર્ગંધથી અહીના લોકો હેરાન પરેશાન થઇ રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે,એટલું જ નહી પરંતુ અહીં રમતા નાના બાળકો ખુલ્લી ગટર લાઈનમાં પડી જવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે.ત્યારે પાલિકાતંત્ર વહેલી તકે ગટર લાઈનનું કામ પૂર્ણ કરી પોતાની નૈતિક જવાબદારી અદા કરે તે જરૂરી બન્યું છે,નહી તો આવનારા દિવસોમાં નવીવસાહતના રહીશો પાલિકાનો ઘેરાવ કરે તો નવાઈ નહી.
High light-વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલને પૂછતાં જણાવ્યું હતું કે,ઉતરાયણના તહેવારની રજાઓ હોવાને કારણે કામ નહી થઇ શક્યું હોય,વહેલી તકે કામ પૂર્ણ કરવા સુચના આપી દેવુ છું...
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500