Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં ટ્વિન ટાવર શોપિંગ સેન્ટરમાં ચાલતા જુગારધામ પર પોલીસ રેઈડ

  • May 02, 2024 

બારડોલીનાં ગાંધી રોડ ઉપર આવેલ ટ્વિન ટાવર શોપિંગ સેન્ટરમાં આવેલી પંઢરપુરી ચા’ની દુકાન પાસે પોલીસે રેડ કરી જાહેરમાં આંકડાનો જુગાર રમાડતા સમીર મુસાની ધરપકડ કરી હતી અને એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલી ટાઉન પોલીસ દ્વારા લીનીયર એસ.ટી. ડેપો પાસેના ટ્વિન ટાવર શોપિંગ સેન્ટરમાં આવેલ પંઢરપુરીની દુકાનમાં વરલી મટકાનો આંકડાનો જુગારનો અડ્ડો ગંગાધરનો ફારુખ કુરેશી ચલાવી રહ્યો છે આંકડો લખવાનું કામ સમીર મુસા પટેલ (રહે.બારડોલી, રાજીવનગર) કરી રહ્યો હોવાની બાતમી ટાઉન પોલીસને મળતા સ્થળ પર રેડ કરી હતી. જોકે પોલીસે સમીર મુસા પટેલને ઝડપી પાડી આંકડા લખવા લોકો પાસેથી ઉઘરાવેલા રોકડ રૂપિયા, આંકડા લખવાની બુક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 25,205/-નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો, જ્યારે જુગાર રમાડનાર ફારૂક કુરેશીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application