Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હવે વલસાડ-ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે વિરોધ

  • April 05, 2024 

વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો સતત વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે વલસાડ ડાંગ બેઠક ઉપર ધવલ પટેલના વિરોધમાં બેનરો લાગ્યા છે.વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપ દ્રારા ધવલ પટેલનું નામ જાહેર કરતાની સાથે જ ધવલ પટેલનો વિરોધ સોસિયલ મીડિયામાં શરૂ થઈ ગયો હતો સોસિયલ મીડિયામાં એક બાદ એક 6 જેટલા લેટર બૉમ્બ વાયરલ થઈ ગયા બાદ હવે ધવલ પટેલના વિરોધમાં ધરમપુર વિધાનસભાના ગામોમાં બેનરો લગાવવામાં આવ્યા છે. ધવલ પટેલને બદલવાની માંગ સાથે EVMમાં જવાબ આપવામાં આવશે, એવા મેસેજ સાથે ધવલ પટેલના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. ત્યારે વલસાડ બેઠક ઉપર ધવલ પટેલનો વિરોધ યથાવત જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application