Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

NBFC કંપની પૂનાવાલા ફિનકોર્પે 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, વાર્ષિક ધોરણે 83 ટકાનો વધારો થયો

  • May 01, 2024 

ફિનટેક અને NBFC કંપની પૂનાવાલા ફિનકોર્પે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટર માટે નફા અને આવકના મોરચે સારા સમાચાર છે. એટલું જ નહીં પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડે સમગ્ર નાણાકીય વર્ષ 2024માં સૌથી વધુ નફો નોંધાવ્યો છે. વાર્ષિક ધોરણે 83 ટકાનો વધારો થયો છે. તે જ સમયે એનબીએફસી કંપનીના ગ્રોસ એનપીએમાં વાર્ષિક ધોરણે 28 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો છે અને Net NPAમાં 19 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. પૂનાવાલા કંપનીની તો તેની માર્કેટ કેપ 38,275 છે. તેમજ કરન્ટ પ્રાઈઝ 494 રુપિયા છે.


તેના શેરની Face Value 02 રુપિયા છે. પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડ દ્વારા બજારને આપવામાં આવેલી માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 198 કરોડ રૂપિયાથી વધીને 332 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ કોઈપણ ક્વાર્ટરમાં સૌથી વધુ નફો છે. તે જ સમયે તે સમગ્ર નાણાકીય વર્ષ 2024 માં 1027 કરોડ રૂપિયા છે. આ સિવાય NBFC કંપનીની વાર્ષિક આવક 577 કરોડ રૂપિયાથી વધીને 915 કરોડ રૂપિયા થઈ ગઈ છે. પૂનાવાલા ફિનકોર્પની ગ્રોસ એનપીએ 1.16% છે અને Net NPA 0.59% છે. નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં પૂનાવાલા ફિનકોર્પનો ઓપરેટિંગ નફો 409 કરોડ રૂપિયા છે. વાર્ષિક ધોરણે 93 ટકા અને ત્રિમાસિક ધોરણે 17 ટકાનો વધારો થયો છે.


એનબીએફસીની સંપત્તિ પરના વળતરમાં વાર્ષિક ધોરણે 73 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે. હાલમાં તે 5.73 ટકા છે. આ સિવાય કેપિટલ એડિક્વેસી રેશિયો (CAR) 33.8 ટકા રહ્યો છે. ચોથા ક્વાર્ટરમાં એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) રૂપિયા 25,003 કરોડ હતી. વાર્ષિક ધોરણે 55 ટકા અને ત્રિમાસિક ધોરણે 14 ટકાનો વધારો થયો છે. પૂનાવાલા ફિનકોર્પનો શેર સોમવારે BSE પર 0.81 ટકા વધીને રૂપિયા 488.80 પર બંધ થયો હતો. તે જ સમયે કંપનીનો શેર NSEમાં 0.63 ટકા વધીને રૂપિયા 488 પર બંધ થયો હતો. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂપિયા 519.70 અને 52 સપ્તાહની નીચી સપાટી રૂપિયા 310.10 છે. પૂનાવાલા ફિનકોર્પના શેરે એક વર્ષમાં 51.34 ટકા વળતર આપ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application