Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રેલવે સ્ટેશનો પર દિવ્યાંગ લોકોની સુવિધા વધારવાનો સરકારનો પ્રયાસ,વિગતવાર જાણો

  • December 31, 2023 

રેલવે સ્ટેશનો પર દિવ્યાંગ લોકોની સુવિધા વધારવાનો સરકાર પ્રયાસ કરી છે અને તે અંતર્ગત સરકારે માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં સ્ટેશનો અને ટ્રેનોમાં યુઝર-ફ્રેન્ડલી ટેક્નોલોજીને વિસ્તારવા પર ભાર મૂકવામાં આવ્યો છે, તેમજ ટેક્સ્ટ-ટુ-સ્પીચ અને પિક્ટોગ્રામ જેવી સુવિધાઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જેનાથી દિવ્યાંગોને સાભળીને કે ચિત્રો દ્વારા સુવિધા મેળવી શકશે.



રેલવે એ સામાન્ય જનતાને 29 જાન્યુઆરી સુધીમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ દ્વારા જારી કરાયેલ જાહેર કરાયેલી માર્ગદર્શિકા પર તેમના મંતવ્યો આપવા જણાવ્યું હતું. જેથી કરીને રેલવે એ બાબત જાણી શકે કે જે પણ દિવ્યાંગજનોને આ સુવિધાનો લાભ લેવાનો છે. તે કેટલા અંશે લાભ લઈ શકે છે. આ માર્ગદર્શિકામાં દિવ્યાંગજન માટે બનાવવામાં આવેલી વેબસાઈટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.તેમજ તેમના માટે બનાવવામાં આવેલી મોબાઈલ એપનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મોબાઈલ એપ વન ક્લિક ટેમ્પલેટ પર આધારિત હશે. તેની મદદથી તમને ન માત્ર ટ્રેનની અવરજવર વિશે માહિતી મળશે, પરંતુ ટ્રેનની અંદર જરૂરી સુવિધાઓ મેળવવાનું પણ સરળ બની જશે.


આ ઉપરાંત માર્ગદર્શિકામાં જણાવ્યા પ્રમાણે રેલવે સ્ટેશનો પર વિકલાંગો માટે પ્લેટફોર્મ પરની જાહેરાતને સામાન્ય લોકોની જાહેરાત જે રીતે કરવામાં આવે છે તે જ રીતે કરવામાં આવશે. આ ઉપરાંત સાંકેતિક ભાષા, કૅપ્શનિંગ અને ડિજિટલ ડિસ્પ્લેનો ઉપયોગ પણ કરવામાં આવશે. તમામ સ્ટેશનો પર બ્રેઈલ લિપિ સાથે પ્રમાણિત સંકેત પણ પ્રસ્તાવિત કરવામાં આવશે. તેમજ ફ્રન્ટલાઈન સ્ટાફને સાંકેતિક ભાષામાં તાલીમ આપવામાં આવશે જેથી એ તમામ દિવ્યાંગજનની વાતને સમજી શકે. તેમજ પાર્કિંગમાં પણ આ તમામ સુવિધાઓ દિવ્યાંગજનને મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવશે.


આ ઉપરાંત દરેક રેલવે સ્ટેશન પર ઓછી ઊંચાઈના ટિકિટ કાઉન્ટર રાખવામાં આવશે. પ્લેટફોર્મ પર શૌચાલય, પીવાના પાણી અને ફૂટ-ઓવર બ્રિજની સુવિધા પણ એવી હશે કે દિવ્યાંગો સરળતાથી તેનો ઉપયોગ કરી શકે. આ સુવિધાઓ પર રેલવે દ્વારા નિમવામાં આવેલી વિવિધ સમિતિઓ નજર રાખશે. આ ઉપરાંત ફરિયાદ પુસ્તક, વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ફીડબેકની પણ જોગવાઈ પણ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application