Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી બેઠક માટે ચૂંટણી શાખામાંથી પ્રથમ દિવસે ફોર્મ વિતરણ થયા

  • April 13, 2024 

દેશમાં સામાન્ય લોકસભા 2024ની ચૂંટણી તબક્કાવાર યોજાવાની છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મે’નાં રોજ ચૂંટણી યોજાશે જે માટે ગતરોજ જાહેરનામું પ્રસિદ્ધ થતાં ઉમેદવારી ફોર્મ વિતરણ અને ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે ત્યારે બારડોલી બેઠક માટે ચૂંટણી શાખામાંથી પ્રથમ દિવસે કોંગ્રેસમાં ઉમેદવારી માટે 5 અને અપક્ષમાંથી ઉમેદવારી માટે 1 મળી કુલ 6 ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. જોકે એક પણ ફોર્મ પ્રથમ દિવસે ભરાયું નથી. આગામી તારીખ 19 એપ્રિલ સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11થી બપોરનાં 3 વાગ્યા દરમિયાન ઉમેદવારી પત્ર મળી શકશે તથા ભરેલા ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે તારીખ 22નાં રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારી પાસે ખેંચી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application