Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદાનાં સરા ગામનાં યુવકની બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું

  • May 02, 2024 

ધરમપુરના બારોલીયાથી ચાંદલા વીધી પતાવી ઘરે પરત ફરી રહેલ વાંસદાનાં સરા ગામનાં યુવકની બાઈક આસુરા ગામે સ્લીપ થઈ ગઈ હતી જેથી તેને ઈજા થતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં એક માસની સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું જે બાબતની ફરિયાદ ધરમપુર પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી.


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકાનાં સરા ગામનાં કમદિ ફળિયામાં રહેતા વિકેશભાઇ રમેશભાઈ કુકણા ગત તારીખ 07/04/2019નાં રોજ પોતાની બાઈક નંબર GJ/30/B/7181 લઈને મિત્ર સાથે ધરમપુરનાં બારોલીયા ગામે ચાંદલા વિધિમાં આવ્યા હતા જ્યાં ચાંદલાવિધી પૂર્ણ થયા બાદ તેઓ ધરમપુર વાંસદા માર્ગે આસુરા વાવ ચોકડી હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન વિકેશભાઈએ બાઈકનાં હેન્ડલ પરથી કાબુ ગુમાવી દેતા તેની બાઈક સ્લીપ થઈ ગઈ હતી આ અકસ્માતમાં વિકેશભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે વિકેશની પાછળ સવાર મિત્રને નજીવી ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિકેશને પ્રથમ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા બાદ વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં એક માસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application