Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદમાં અંધજન મંડળ ખાતે દિવ્યાંગજનો માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકસંવાદ કાર્યક્રમ યોજાયો

  • April 30, 2024 

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકોની ભાગીદારી વધે અને મહત્તમ મતદાન થાય એ માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર, બ્લાઇન્ડ પીપલ એસોસિએશન (અંધજન મંડળ) તેમજ નેશનલ દિવ્યાંગજન ફાઇનાન્સ ઍન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન ન્યૂ દિલ્હી દ્વારા અમદાવાદના અંધજન મંડળ ખાતે દિવ્યાંગજનો માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવા આવ્યું હતું.


આ કાર્યક્રમમાં  દિવ્યાંગ નાગરિકો–મતદારો, મતદાન કરી શકે તે માટે તેમને ઘરબેઠાં મતદાન માટેની વ્યવસ્થાઓ, દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ, દિવ્યાંગ મતદારને લાઇનમા ઊભા રહેવાની જરૂર નથી, જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા મદદરૂપ થતી સક્ષમ એપ્લિકેશન વિશે પણ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત સૌ દિવ્યાંગજનો અને અંધજનમંડળના સ્ટાફે પોતાના મિત્રો તેમજ સ્વજનોને પણ અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરશે, તેવો સંકલ્પ પણ કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application