Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તા. ૯ મીએ મતદાનના દિવસે સવેતન રજા આપવા જિલ્લા મેજીસ્ટ્રેટનો હુકમ

  • December 06, 2017 

આગામી તા.૯ મી ડિસેમ્બર-૨૦૧૭ ના રોજ નર્મદા જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા વિસ્તારની યોજાનારી ચૂંટણીના મતદાનના દિવસે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ માં સને ૧૯૯૬ માં સુધારાથી દાખલ થયેલી કલમ ૧૩૫(બી) અનુસાર મતાધિકાર ધરાવતી વ્યક્તિ કોઇ પણ ધંધા, રોજગાર, ઔદ્યોગિક એકમો કે અન્ય કોઇપણ સંસ્થામાં નોકરી કરતા હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઇને અનુલક્ષીને નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.એસ.નિનામાએ તેમને મળેલી સત્તાની રૂએ કે જાહેરનામા દ્વારા ૧૯૪૮ ના મુંબઇ દુકાનો અને સંસ્થા અધિનિયમ તેમજ ૧૯૪૮ ના કારખાના અધિનિયમ હેઠળ તા. ૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ સમગ્ર નર્મદા જિલ્લામાં જાહેર રજા રહેશે તેવો હુકમ કર્યો છે. તદ્અનુસાર ગુજરાત વિધાનસભા ૧૪૮-નાંદોદ અને ૧૪૯-દેડીયાપાડા મત વિભાગની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કોઇપણ વ્યાપાર, ધંધા, ઔદ્યોગિક એકમ અથવા અન્ય કોઇપણ સંસ્થામાં નોકરી કરતા હોય તેમને મતદાનના દિવસે રજા મંજુર કરવી, પેટા કલમ (૧) ની જોગવાઇ અન્વયે રજા મંજૂર કરવામાં આવેલ હોય તેવી કોઇપણ વ્યક્તિના વેતનમાંથી કોઇ કપાત કે સુધારો કરવાનો રહેશે નહી અને જો આવી વ્યક્તિ સામાન્ય રીતે વેતન નહીં મેળવે તેવા આધારે નોકરી ઉપર રાખવામાં આવેલ હોય તેવી વ્યક્તિ રજા ન હોત અને તે દિવસે તેને જે વેતન મેળવવાપાત્ર હોય તેટલું વેતન મંજૂર કરવાનું રહેશે. જો કોઇ વ્યક્તિ નોકરી ઉપર રાખનાર પેટા કલમ- ૨ ની જોગવાઇઓનું ઉલ્લંઘન કરશે તો આવા નોકરીદાતા પાંચસો રૂપિયા સુધીના દંડને પાત્ર રહેશે. આ કલમ એવા કોઇપણ મતદારને લાગુ નહીં પડે કે તે જ્યાં નોકરી સાથે સંકળાયેલ છે ત્યાંતેની ગેરહાજરી ભય કે વ્યાપક નુકશાનમાં પરિણમે. ચૂંટણી પંચના તા. ૨/૧૧/૨૦૧૭ ના પત્રમાં પારા નં- ૨ મુજબ ઉપરોક્ત જોગવાઇ અનુસાર તમામ સંસ્થાઓ અને દુકાનો, સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજવામાં આવેલ હોય તેવા મત વિભાગમાં મતદાનના દિવસે બંધ રાખવાની રહેશે. જો નોંધાયેલ મતદાર જે ૧૪૮-નાંદોદ અને ૧૪૯-દેડીયાપાડા મત વિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જ્યાં સામાન્ય કે પેટા ચૂંટણી હોય તેવા મત વિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔદ્યાગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તેવા મતદારો લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ- ૧૩૫-બી (૧) અન્વયે સવેતન રજાનો હક્કદાર રહેશે. ચૂંટણીપંચના સંદર્ભ હેઠળના તા.૨/૧૧/૨૦૧૭ ના પારા-૩ અનુસાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫- બી- ની જોગવાઇ અનુસાર રોજમદાર/કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હક્કદાર છે. આ હુકમ સમગ્ર નર્મદા જિલ્લાના વિસ્તારને તા.૯૧૨/૨૦૧૭ પુરતો અમલમાં રહેશે. આ હુકમનો ભંગ/ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application